ગ્રામ વિકાસ મંડળ, પલિયડ Header
ગ્રામ વિકાસ મંડળ, પલિયડ નોંધાયેલ સખાવતી ટ્રસ્ટ છે તેની સ્થાપના ૧૯૭૯ માં થઇ હતી. આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ, પલિયડ ગામમાં અને તેની આસપાસના લગભગ ૧,૦૦,૦૦૦ ની વસ્તીવાળા ગામોમાં આરોગ્યની સગવડ પુરી પાડવાનો છે. આ ટ્રસ્ટ આરોગ્ય પ્રવૃત્તિઓ માટે કામ કરવા ઉપરાંત ભારે વરસાદ, અનાવૃષ્ટિ, ધરતીકંપ વગેરે જેવી કુદરતી આફતો દરમ્યાન લોકોને મદદ કરે છે. વળી, આ ટ્રસ્ટ આદિવાસી વિસ્તારમાં પણ કામ કરે છે. આ સખાવતી ટ્રસ્ટ પલિયડ, તાલુકા કલોલ, જિલ્લા-ગાંધીનગર(ગુજરાત-ભારત) માં ૧૯૮૨ માં શ્રી સોમાભાઇ.જે.પટેલ સાર્વજનિક હોસ્પિટલ સ્થાપી છે. આ ગ્રામીણ વિસ્તાર છે. તેના મોટા ભાગના લોકો સામાજિક રીતે અને આર્થિક રીતે નીચલા મધ્યમ વર્ગના અથવા ગરીબ વર્ગના છે. તેથી લોકોને ખાનગી હોસ્પિટલના ચાર્જ પરવડતા નથી. આનાથી એમને ખાનગી હોસ્પિટલની સરખામણીમાં ખુબ જ ઓછા ખર્ચે આરોગ્ય અને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. અને ગરીબ લોકોને વિના મુલ્યે સેવા અપાય છે.
Categories and tags of the game : Advertisement, Loop, Single Player